Welcome to SevaDhamAshram સેવાધામ આશ્રમમાં આપનું સ્વાગત છે.

SevaDhamAshram is a spiritual and addiction treatment center located in...

सभी को एडिक्शन (नशेड़ीपन) की बीमारी को समझना बहुत जरूरी है।

  • "एडिक्शन (नशेड़ीपन) की बीमारी"
  • सबसे पहले यह बात खुले मन से जान लीजिए की कोई भी एडिक्ट यानी के नशेड़ी बुरा इन्सान या पापी या पागल इन्सान नहीं है। वह एक बीमार इन्सान है और वह एडिक्शन की बीमारी का शिकार बन चुका है। तो इस बीमारी के ऊपर अगर कुछ इलाज किया जाए तो बीमारी में से बाहर निकल सकता है। शराब के नशे के अंदर फंसे हुए इंसान को हम शराबी कहते हैं लेकिन वह शराबीपन यानी के एल्कोहोलिजम बीमारी का शिकार बना हुआ है और कोई भी किसी भी प्रकार के ड्रग के नशे के अंदर फंसा हुआ इंसान ड्रग के एडिक्शन की बीमारी का शिकार बना हुआ है। और यह बीमारी कायम, हमेशा, परमानेंट,शक्तिशाली और प्रगतिशील रहने वाली है। जैसे कि डायबिटीज की बीमारी ब्लड प्रेशर की बीमारी मरते दम तक रहती है, बस वैसे ही यह बीमारी भी मरते दम तक रहने वाली है इसलिए उसका इलाज मरते दम तक चालू रहना चाहिए, तोही कोई भी एडिक्ट इंसान के जीवन को परिवर्तन मिलता जाएगा। इसको कहते हैं सुधार की प्रक्रिया यानी के रिकवरी की प्रक्रिया। मतलब एक बार का एडिक्ट मरते दम तक का एडिक्ट ही रहने वाला है। बस अपने आप को नशे से दूर कैसे रखा जाए वही सीखते रहना है।

    तो अब यह नशेड़ी पनकी (एडिक्शन की) बीमारी के बारे में कुछ जानने का प्रयत्न करते हैं। पहले तो यह बात अनुभवों से साफ हो चुकी है कि नशेड़ी-पन की बीमारी मन,शरीर और आत्मा को लग चुकी होती है। पहले मन की हालत के बारे में देखा जाए तो कोई भी इंसान जो एडिक्ट बन गया है उसके मनको नशे के बगैर रहना बहुत ही कठिन प्रतीत होता है, और नशे के बगैर बेचैन,चिड़चिड़ा और असंतुष्ट और अंदर से बहुत ही गहरा खालीपन महसूस करता रहता है । उनके मन की ऐसी अवस्था जिसको हम एक मानसिक बीमारी ही कह सकते हैं, और जब तक वह थोड़ा सा भी नशा न कर लेवे तब तक उसको राहत और शांति नहीं मिलती और थोड़ा नशा कर लेने के बाद उसे तुरंत ही राहत और शांति का अनुभव हो जाता है। जिसे मानसिक तलब या mental obsession कहा जाता है।

    लेकिन बात यहां तक रूकती नहीं है। क्योंकि उसके बाद शरीर को लगी हुई बीमारी प्रकट होती है जिसे फिजिकल एलर्जी या शारीरिक एलर्जी कहते हैं। तो भले ही थोड़ा सा नशा करके उसके मन को राहत और शांति मिल भी जाए लेकिन शरीर में जो शारीरिक एलर्जी निर्माण होती है उनकी वजह से उनमें और ज्यादा नशा करने का जुनून बहुत ही शक्तिशाली रूप में कार्यरत होता है। शरीर का क्रेविंग इतना शक्तिशाली होता है कि उसे मजबूरन और नशा करना पड़ता है। वह चाहता नहीं है कि मेरी जिंदगी बिगड़े मेरी हालत बिगड़े मेरी बर्बादी बढे। कोई भी एडिक्ट हमेशा माप में नशा करके उसका सही आनंद लेने का ही विचार रखता है। लेकिन यह बीमारी का जो शरीर वाला हिस्सा यानी शारीरिक एलर्जी है, वह उसे जबरदस्ती और ज्यादा नशा करने के लिए यानी की जरूरत से ज्यादा नशे के अंदर फंसा के रखता है। इसलिए वह मानसिक तलब और शारीरिक एलर्जी के बीच में इतना फंसा हुआ रहता है कि, उसे अपना नशा निरंतर चालू रखना ही पड़ता है, नहीं तो वह जी नहीं पाएगा ऐसा उसे लगता है।

    तो यह बात साबित होती है कि मानसिक तलब के कारण वह नशे के बगैर रह नहीं पाता और शारीरिक एलर्जी के क्रेविंग के कारण जरूरत से ज्यादा या बेशुमार नशा करना पड़ता है, जिससे उसका पतन होता जाता है। इसलिए एक अवस्था नशेड़ी के जीवन में ऐसी आ जाती है कि नशे के साथ और नशे के बगैर जीना उसके लिए बहुत ही कठिन हो जाता है, तो ऐसी स्थिति को बीमारी ना कहा जाए तो और क्या कहा जाए! जो मानसिक रूप से लग चुकी है,शारीरिक रूप से लग चुकी है और आत्मा को भी लग चुकी है। जो आत्मा को लगी हुई बीमारी को आध्यात्मिक पतन या आध्यात्मिक शून्यता के रूप में नाम दिया गया है। आध्यात्मिक पतन का मतलब है इंसान होते हुए भी इंसानियत में वह कम पड़ रहा है। सत्सक-विवेक-बुद्धि जो एक स्वस्थ मनुष्य की होती है ऐसे नशेड़ी इंसान की कमजोर हो चुकी होती है। और अंदर से उसकी आत्मशक्ति भी बहुत ही कमजोर हो चुकी होती है।

    तो चलो अब आध्यात्मिक रूप से पतन या आध्यात्मिक बीमारी के बारे में जानने की कोशिश करते हैं जिसकी वजह से एडिक्ट का पूरा जीवन आंतरिक रूप से और बाह्य रूप से अस्त-व्यस्त हो गया है, और होता जाता है। तो किस तरह की अस्त-व्यस्तता उसको अंदर से खाई जाती है। जो उसको खुद को भी समझ में नहीं आता है, इसलिए वह ना किसी को कह पता है और ना सह पता है। आध्यात्मिक बीमारी के रूप में अंदरूनी अस्त-व्यस्तता के कुछ लक्षण हम देखते है।

  • पहला लक्षण - उन्हें अपने करीबी संबंधों के अंदर रहने मे परेशानी ज्यादा महसूस होती है। संबंधों के अंदर स्वस्थ रूप से कंफर्ट रूप से संबंधों के साथ जी नहीं पाता उसे अपने निजी संबंधोंमें तकलीफ महसूस होती है। इसलिए वह अकेलेपन में जाते जाता है। और अकेलेपन में रहते हुए नशे का साथ निभाए रखकर कल्पना विहारों में ही ज्यादातर रहता है। इसलिए अपनी जिम्मेदारियो से धीरे-धीरे विमुक्त होता जाता है।
  • दूसरा लक्षण - उसका भावनिक स्वभाव इतना अति संवेदनशीलता में आ चुका होता है कि, वह उसको नियंत्रित नहीं कर पाता। जल्दी से वह अपना मानसिक और भावनिक संतुलन बिगाड़ देता है। उसका वाणी,बर्तन और व्यवहार उनमें से सामने वाले को पसंद ना आए ऐसे ही निकलते रहते हैं। इसलिए जाहिर है कि सामने वाले लोग उसका प्रतिकार करेंगे और ऐसी स्थिति में नशेड़ी का मानसिक संतुलन और बिगड़ता है, उसकी वजह से उसको और ज्यादा नशे के पास जाना पड़ता है।
  • तीसरा लक्षण- और नशा कर करके उसका मन एक अज्ञात भय यानी के अननोन फीयर का शिकार बन जाता है। इसलिए नशे के बगैर उसका जीवन एक भय के सांये के अंदर चलता रहता है। उसकी वजह से उसके मन के विचारों में जब वह नशे में नहीं होता है तब यही बात घूमती रहती है की, कहीं ऐसा ना हो जाए, अगर ऐसा हो जाएगा तो क्या होगा। मेरे पास जो कुछ है वह चला जाएगा तो! या मुझे जो चाहिए वह नहीं मिलेगा तो! ऐसे अनाप-शनाप काल्पनिक विचार के अंदर रहते हुए एक भयग्रस्त जीवन उनका बन जाता है। और उसमें से बाहर निकलने के लिए उसे जो हिम्मत चाहिए वह हिम्मत वह हमेशा नशे के अंदर ही ढूंढता रहता है। जो एकदम गलत तरीका होते हुए भी उसी के अंदर ही फंसा हुआ रहता है।
  • चौथा लक्षण- और इतना अंदर से अहंकार बढ़ चुका होता है की छोटी-छोटी बातों को लेकर उसका अहंकार विचलित होता रहता है। यानी कि उसका इगो हट होता रहता है। इसलिए छोटी-छोटी बातों पर वह आग बबूला होकर जरूर से ज्यादा गुस्सा करता है। और हम सब जानते हैं कि गुस्सा इंसान के मन की स्थिति को कैसे बिगाड़ देता है। यहां पर अगर नशेड़ी की बात की जाए तो वह इतना कमजोर होते हुए भी जरूरत से ज्यादा गुस्सा कर बैठता है, तो उसकी मन की हालत कितनी खराब होगी कितना मन अशांत होगा कितनी बैचेनी,कितना कड़वाहटपन कितना चिड़चिड़ापन उसके मन को घेर लेगा। तो वही बात होगी की उसमें से छुटकारा पाने के लिए बेहोश होना ही उसके लिए समाधान बन जाएगा और उसके लिए उसको नशे के पास जाना पड़ता है।
  • पांचवा लक्षण- अपनी हालत कितनी भी खराब से खराब होती जाए, फिर भी दिखावे का बड़प्पन की आदत छोड़ता नहीं है। बाते राजा महाराजा जैसी और जीवन कंगालियत और पागलपन की स्थिति में! वो कहते हैं ने "कडके तो कडके पर जागीरदार के लड़के" कितनी भी उसकी उम्र बढ़ती जाए लेकिन बालक बचपना जाता ही नहीं है। परिपक्वता और सही समझदारी में वह आगे बढ़ नहीं पता। छोटी-छोटी बातों को मन के ऊपर ले लेना, छोटी-छोटी बातों में अपना मानसिक और भावनिक संतुलन बिगाड़ना ऐसी हालत में वह अपने आप को फंसाए रखता है।
  • तो अब यह बात साफ समझ में आती है कि उसका जीवन अस्तव्यस्त हो गया है और अनियंत्रित भी हो गया है जिसको एक आध्यात्मिक पतन या आध्यात्मिक शून्यता का स्वरूप कह सकते हैं। इसलिए वह बिना नशे के बेचन, चिड़चिड़ा और असंतुष्टि में ही अपने आप को महसूस करता है, और उसमें से राहत और शांति पाने के लिए मजबूरन थोड़ा सा नशा करने के लिए उसे जाना पड़ता है। थोड़ा नशा करने के बाद शरीर का क्रेविंग या फिजिकल एलर्जी या शारीरिक एलर्जी जागृत होती है और उसे और ज्यादा और ज्यादा और ज्यादा नशे करते रहना पड़ता है बेहोशी तक! और उसका जीवन इसकी वजह से ज्यादा अस्तव्यस्त होता जाता है। वास्तविकता को वह जेल नहीं पाता इसलिए उसको नशे के पास मजबूरन जाना पड़ता है तो जीवन की अस्तव्यस्तता और नशा उसके विपरीत नशा और जीवन की अस्तव्यस्तता उसके जीवन में एक विषचक्र की तरह गतिमान ही रहता है। और उसका आखरी अंजाम बर्बादी को बढा-बढा कर अकाल मौत तक यह घिनौनी प्रक्रिया उसके जीवन में रुकती नहीं है।

    तो अब जाहिर है कि उनके जीवन की अस्तव्यस्तता को लेकर उनका मन बीमार हो चुका है,अस्वस्थ हो चुका है तो मानसिक परिवर्तन लाना वही एकमात्र इलाज है। तो मानसिक परिवर्तन लाने के लिए आध्यात्मिक शून्यता के ऊपर एक आध्यात्मिक कार्य अपने आप को करवाना जरूरी बन जाता है, तो ही उसका मानसिक परिवर्तन हो सकता है। मन बदलेगा तो उसकी जिंदगी बदलेगी उसकी दुनिया बदलेगी और नशे से दूर आसानी से रह पाएगा और जीवन का सही आनंद जैसे-जैसे अपने आप को बदलते जाएगा वैसे-वैसे लेते जाएगा। अपने व्यक्तित्व और मानसिकता में बदलाव की प्रक्रिया में निरंतर रहकर एक सच्चा आध्यात्मिक विकास की ओर अपना जीवन को आगे बढाते जाएगा तो बाकी सब विकास अपने आप होते जाएंगे। नशे से दूर रहना बहुत ही आसान बन जाएगा। उसके लिए बारह कदम का कार्यक्रम(प्रोग्राम) करना बहुत जरूरी है।

    तो आध्यात्मिक कार्य के रूप में यहां पर 12 कदमों का कार्यक्रम काम करता है। जिसको एक आध्यात्मिक कार्यक्रम कहते हैं धार्मिक नहीं आध्यात्मिक यानी एक स्वाध्याय, आध्यात्मिक स्वाध्याय और यह बारह कदम नीचे बताए गए हैं।

    तो आध्यात्मिक कार्य के रूप में यहां पर 12 कदमों का कार्यक्रम काम करता है। जिसको एक आध्यात्मिक कार्यक्रम कहते हैं धार्मिक नहीं आध्यात्मिक यानी एक स्वाध्याय, आध्यात्मिक स्वाध्याय और यह बारह कदम नीचे बताए गए हैं।

    यह 1 से 12 कदम का जो कार्यक्रम है वही आखरी और एक मात्र आध्यात्मिक इलाज नशेड़ी के जीवन में साबित हुआ है पूरी दुनिया भर में!!!! चाहे एल्कोहोलिक एनोनिमस हो या नारकोटिक एनोनिमस हो।।।

  • कदम 1- मैंने यह कबुल किया कि मैं अपने नशे के सामने बेबस(शक्तिहीन) हो गया हूं - याने मेरा जीवन मेरे नियंत्रण में भी नहीं रहा और अस्तव्यस्त हो गया।
  • कदम 2- मेरे में यह विश्वास का निर्माण हुआ कि मेरे से कोई बड़ी शक्ति यानी के कोई उच्च शक्ति ही मुझे मानसिक सुधार दे सकती है, या मानसिक रूप से स्वस्थ कर सकती है।
  • कदम 3- मैंने अपनी इच्छा और जीवन को मेरी समझ के ईश्वर के मार्गदर्शन तले और उनकी देखभाल में समर्पित करने का निर्णय किया।
  • कदम 4- मैंने निर्भय होकर गहन पूर्वक अपने पूरे जीवन का नैतिक आत्म-संशोधन करना शुरू किया यानी पूरे जीवन का एक नैतिक लेखा-जोखा बनाना शुरू किया।
  • कदम 5- मैंने ईश्वर के सामने, अपने आपके सामने और एक आदरणीय व्यक्ति के सामने अपनी सभी गलतियों का इकरार किया।
  • कदम 6- मैंने अपने आप को पूर्ण रूप से तैयार किया कि ईश्वर मेरे अंदर के सभी चरित्रदोषों को निकाले।
  • कदम 7- मैंने विनम्रता से अपनी कमी को निकालने के लिए ईश्वर से निवेदन किया।
  • कदम 8- मैंने जिन-जिन लोगों को दुखाया था या नुकसान पहुंचाया था, उनकी एक सूची बनाई और किए हुए नुकसान की भरपाई करने के लिए अपने आप को तैयार किया।
  • कदम 9- जहां भी संभव था वहां मैंने अपनी क्षतिपूर्ति यानी के प्रायश्चित करना शुरू कर दिया, सिवाय उन मामलों में जहां उनको या किसी अन्य व्यक्ति को हानी पहुंच सकती थी।
  • कदम 10- अपना रोजाना दैनिक आत्म-संशोधन करना जारी रखा और जहां भी मैं गलत होता था उसको तुरंत कबूल करके अपनी गलती को सुधारने का प्रयत्न किया।
  • कदम 11- प्रार्थना और ध्यान के माध्यम से अपनी समझ के ईश्वर के साथ अपना सचेत और जागृत संबंध बढ़ाने का प्रयत्न किया, ताकि उनकी इच्छा को जान सकूं और उसे निभा सकूं।
  • कदम 12- इन कदमों के परिणाम स्वरूप जो आध्यात्मिक जागृति मुझे मिली, इस पूरे संदेश को दूसरे पीड़ित नशेड़ी तक पहुंचाने का प्रयत्न जारी रखा और इन आध्यात्मिक कार्यक्रम के सारे सिद्धांतों को अपने जीवन के सभी क्षेत्र के अंदर लागू करने का प्रयत्न जारी रखा।
  • यह 1 से 12 कदम का जो कार्यक्रम है वही आखरी और एक मात्र आध्यात्मिक इलाज नशेड़ी के जीवन में साबित हुआ है पूरी दुनिया भर में!!!! चाहे एल्कोहोलिक एनोनिमस हो या नारकोटिक एनोनिमस हो।।।
  • बहुत महत्व की बात - कोई भी एडिक्ट यह 12 कदमों का कार्यक्रम को एक बार करके समझ लेता है। फिर भविष्य मे कभी भी वापस किसी कारणवश उसके जीवन में फिर से नशा आ जाता है। तो एक बात देखी गई है कि वह पहले जैसा नहीं रह सकता, क्योंकि उसको एक सच्ची जागृति मिल चुकी है और उसके जीवन में आया हुआ नशा उसे एक नया सबक सिखाता है। नशा उसके लिए एक बेहतर वकील बन जाता है। और फिर से इस कार्यक्रम के अंदर पहले से ज्यादा विश्वास के साथ चलना शुरू कर सकता है। यानी कोई पत्थर को तोड़ने के लिए एक हथोड़ा मारो, अगर नहीं टूटता है तो दूसरा मारो तीसरा मारो कभी ना कभी वह टूट सकता है। कोई जल्दी टूटता है तो कोई थोड़े देर से। लेकिन एक बात सच है कि हर एक हथौड़े उस पत्थर को कमजोर बनाते जाते हैं। इसलिए हर एक हथौड़े के वार को हम नजर अंदाज नहीं कर सकते।

  • ।।।।।।।। तो आइए अब हम 1 से 12 कदमों का जो कार्यक्रम है उसको करने की शुरुआत करते हैं ।।।।।।
  • દરેક ને એડિક્શન ની બીમારીને સમજવી ખૂબ જ જરૂરી છે.

  • એડિક્શન ની બીમારી એટલે કે વ્યસનનો રોગ
  • સૌ પ્રથમ, આ વાત ખુલ્લા મનથી જાણી લો કે કોઈ પણ એડિક્ટ વ્યક્તિ (Addict person-લતનો શિકાર બનેલ વ્યક્તિ) ખરાબ કે પાપી કે પાગલ વ્યક્તિ નથી. તે એક બીમાર વ્યક્તિ છે અને તે એડિક્શન ની બીમારી નો ભોગ બન્યો છે. તેથી, જો આ બીમારી માટે કોઈ યોગ્ય અને વિશેષ સારવાર કરવામાં આવે તો આવો વ્યક્તિ તેમાથી છુટકારો મેળવી શકે છે.
  • દારૂના નશામાં કે લત માં ફસાયેલા વ્યક્તિને આપણે શરાબી કે દારૂડિયો કહીએ છીએ, પરંતુ હકીકતમાં તે શરાબીયત કે આલ્કોહોલિઝમ બીમારી નો શિકાર બનેલો છે અને કોઈપણ પ્રકારના ડ્રગના નશા માં ફસાયેલ વ્યક્તિ ડ્રગના એડિક્શન ની બીમારીનો શિકાર બની ગયો છે. અને આ બીમારી કાયમી, હંમેશા અને પ્રગતિશીલ એટલે કે વધતી જતી રહેવા વાળી છે. જેમ કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી કાયમી રહે છે, તેવી જ રીતે આ બીમારી પણ કાયમ માટે રહેવા વાળી છે. તેથી તેનો યોગ્ય ઈલાજ કાયમી ધોરણે ચાલુ રહેવો જોઈએ, તો જ કોઈપણ નશેડી વ્યક્તિના જીવનને પરિવર્તન મળતું રહેશે. આને સુધારણાની પ્રક્રિયા એટલે કે રિકવરી ની પ્રક્રિયા કહેવામાં આવે છે. મતલબ કે, જે વ્યક્તિ એક વાર નશેડી કે એડિક્ટ બની ગયો, તે હંમેશા ને માટે એડિક્ટ જ રહેશે. તેને ફક્ત પોતાની જાતને નશાથી કઈ રીતે દૂર રાખવી અને એના માટે પોતાના વ્યક્તિત્વમાં કઈ રીતે પરિવર્તન લાવતા રહેવું તે શીખતા રહેવું પડશે.

    તો ચાલો હવે નશેડીપણા ની (એડિક્શન ની) બીમારી વિષે કંઈક જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ, અનુભવોથી એ સ્પષ્ટ થયું છે કે નશેડીપણા ની બીમારી મન, શરીર અને આત્માને લાગેલી છે. સૌ પ્રથમ, જો આપણે મનની સ્થિતિ જોઈએ, તો કોઈપણ વ્યક્તિ જે નશેડી બની ગઈ છે તેને નશા વગર જીવવું ખૂબ મુશ્કેલ લાગે છે. નશા વગર તેને બેચેની, ચીડ-ચીડાપણું અને અસંતૃષ્ટિનો જ અંદરથી અનુભવ થયા કરે છે, અને અંદરથી ઊંડો ખાલીપો જ અનુભવે છે. તેના મનની આવી અવસ્થા કે જેને આપણે ફક્ત માનસિક બીમારી જ કહી શકાય અને જ્યાં સુધી તે થોડો પણ નશો ના કરે ત્યાં સુધી તેને કોઈ રાહત અને શાંતિ મળતી નથી અને થોડો નશો કર્યા પછી જ તેને રાહત અને શાંતિ નો અનુભવ થાય છે. જેને માનસિક તલપ અથવા અંગ્રેજીમાં Mental Obsession કહેવામાં આવે છે.

    પણ વાત અહીં અટકતી નથી કારણ કે ત્યાર પછી શરીરને લાગેલી બીમારી પ્રગટ થાય છે જેને ફિઝિકલ એલર્જી અથવા તો શારીરિક એલર્જી કહેવામાં આવે છે. તો ભલે ને થોડો નશો કર્યા પછી એના મનને રાહત અને શાંતિ મળી પણ જાય, પરંતુ થોડો નશો કર્યા પછી શરીરમાં જે શારીરિક એલર્જી નિર્માણ થાય છે એના કારણે એનામાં પાછું વધારે નશો કરવાનુ ઝનુન(ક્રેવિંગ) ખૂબ જ શક્તિશાળી રૂપમાં કાર્યરત થાય છે. શરીરનું ક્રેવિંગ એટલું બધું શક્તિશાળી હોય છે કે એની સામે લાચાર થઈને એને પાછો વધારે નશો કરવો પડે છે. એ ક્યારેય પણ ઇચ્છતો નથી કે પોતાની જિંદગી બગડે, પોતાની હાલત બગડે અને પોતાની બરબાદી વધે. કોઈપણ એડિક્ટ હંમેશા માપમાં નશો કરીને એનો યોગ્ય આનંદ લેવા જ માંગતો હોય છે. પરંતુ આ બીમારીનો જે શરીર વાળો હિસ્સો છે એટલે કે જે શારીરિક એલર્જી છે, તે એને જબરજસ્તી વધારે ને વધારે નશો કરાવવામાં, એટલે કે નિયંત્રણની બહાર નશાની અંદર ફસાવીને રાખે છે. એટલે એ એડિક્ટ વ્યક્તિ માનસિક તલપ અને શારીરિક એલર્જી ની વચ્ચે એટલો ફસાયેલો રહે છે કે, એને એનો પોતાનો નશો ચાલુ જ રાખવો પડે છે, નહીં તો એ પોતે જીવી નહીં શકે એવું જ એને લાગે છે.

    તો આ વાત સાબિત થાય છે કે, માનસિક તલપના કારણે એ નશા વગર રહી નથી શકતો, અને શારીરિક એલર્જી કે શારીરિક ક્રેવીંગ ના કારણે એને જરૂર કરતાં વધારે અથવા તો સતત નશો કરતો રહેવો પડે છે, જેના કારણે એનુ પતન થતું જાય છે. એટલા માટે એક અવસ્થા નશેડીના જીવનમાં એવી આવી જાય છે કે, નશાની સાથે કે નશાની વગર એના માટે જીવન જીવવું ખૂબ જ કઠણ બની જાય છે. તો આવી સ્થિતિને બીમારી ના કહીએ તો બીજું શું કહી શકાય. જે માનસિક રૂપથી લાગી ગઈ છે, શારીરિક રૂપથી લાગી ગઈ છે અને આત્માને પણ લાગી ગઈ છે. હવે આત્માને લાગેલી બીમારીને આધ્યાત્મિક પતન અથવા તો આધ્યાત્મિક શૂન્યતાના નામે ઓળખવામાં આવે છે. આધ્યાત્મિક પતન નો અર્થ છે માણસ હોવા છતાં માણસાઈમાં પોતે કમજોર થઈ ગયો છે.સત્સક-વિવેક-બુદ્ધિ જે એક સ્વસ્થ મનુષ્યની અંદર હોય છે આવા નશેડી વ્યક્તિની અંદર ખૂબ જ કમજોર થઇ ગઈ હોય છે. અને અંદરથી એની આત્મશક્તિ પણ ખૂબ જ કમજોર બની ગઈ હોય છે.

    તો ચાલો હવે આધ્યાત્મિક રૂપથી પતન અથવા આધ્યાત્મિક બીમારીની બાબતમાં જાણવાનો પ્રયત્ન કરીએ, જેના કારણે એડિક્ટ વ્યક્તિનું જીવન આંતરિક અને બાહ્ય રૂપ થી એટલે કે અંદરથી અને બહારથી અસ્તવ્યસ્ત થઈ ગયું છે, અને થતું જાય છે. તો કેવા પ્રકારની અસ્તવ્યસ્તતા એને અંદરથી ખાયા કરે છે, જે એને પોતાને પણ સમજમાં નથી આવતી એટલે એ પોતે, "ના કોઈને પોતાની હકીકત કહી શકે છે ના સહી શકે છે" એવી ખરાબ હાલતમાં અને કલ્પના વિહારોમાં જ જીવે છે. તો ચાલો હવે આધ્યાત્મિક બીમારીના સ્વરૂપમાં અંદરની અસ્તવ્યસ્તતાના કંઈક લક્ષણો આપણે હવે જોઈએ.

  • પહેલું લક્ષણ :- તેને તેના પોતાના નજીકના સંબંધોની અંદર રહેવામાં તકલીફ મહેસૂસ થતી રહે છે. સંબંધોની અંદર સ્વસ્થ રૂપે એટલે કે કમ્ફર્ટ રૂપે જીવી શકતો નથી અને અંગત સંબંધોમાં જરૂર કરતાં વધારે સંવેદનશીલ રહીને તકલીફ ભોગવતો રહે છે. એટલા માટે એ પોતે એકલતામાં જતો જાય છે, અને એકલતામાં રહીને નશા નો સાથ નિભાવીને કલ્પના વિહારોમાં જ વધારે પડતો રહેતો થઈ જાય છે. એટલે એ પોતાની જવાબદારીઓથી ધીરે-ધીરે વિમુક્ત થતો જાય છે.
  • બીજું લક્ષણ :- એનો ભાવનિક સ્વભાવ એટલો બધો અતિ સંવેદનશીલતામાં આવી ગયો હોય છે કે, એ એને નિયંત્રણમાં રાખી શકતો નથી. નાની નાની વાતોમાં એ તરત જ પોતાનુ માનસિક અને ભાવનિક સંતુલન બગાડી નાખે છે. એના વાણી,વર્તન અને વ્યવહાર સામા વાળાને પસંદ ના આવે એવા જ નીકળતા રહે છે. એટલે સ્વાભાવિક છે કે સામા વાળા લોકો એનો પ્રતિકાર કરવાના જ છે અને આવી પરિસ્થિતિમાં નશેડી વ્યક્તિનું માનસિક સંતુલન વધારે બગડે છે. એના કારણે એને પાછુ વધારે પડતા નશા કરવા તરફ જવું પડે છે.
  • ત્રીજું લક્ષણ:- વારંવાર નશા કરતા રહેવાથી એનું મન એક અજ્ઞાત ભય કે અવાસ્તવિક ભયનો શિકાર બની જાય છે. એટલે નશા વગર એનું જીવન એક ભય ના પડછાયા કે ઓછાયા ની નીચે ચાલતું રહે છે. એના કારણે એ જ્યારે નશામાં હોતો નથી ત્યારે એના મનની અંદર આ વાત ઘૂમતી રહે છે કે ક્યાંક આવું ના થઈ જાય-ક્યાંક તેવું ના થઈ જાય, જો આવું થશે તો શું થશે. "મારી પાસે જે છે એ જતું રહેશે તો! અથવા તો મારે જે જોઈએ છે તે નહીં મળે તો"! આવા અનાપ-સનાપ કાલ્પનિક વિચારની અંદર રહીને એનું જીવન એક ભયગ્રસ્ત જીવન બની જાય છે. અને એમાંથી બહાર નીકળવા માટે એને જે હિંમત જોઈએ તે હિંમત એ પોતે નશા ની અંદર જ શોધતો રહે છે. જે પૂરેપૂરી ખોટી રીત હોવા છતાં એની અંદર જ ફસાયેલો રહે છે.
  • ચોથું લક્ષણ:- એની અંદર એટલો બધો અહંકાર વધી ગયેલો હોય છે કે નાની નાની બાબતો ને લઈને એનો અહંકાર વિચલિત જ થતો રહે છે. એટલે નાની નાની બાબતો ઉપર એ પોતે આગ-બબુલો થઈને જરૂર કરતાં વધારે ગુસ્સો કરતો રહે છે. અને આપણે બધા જાણીએ છીએ કે ગુસ્સો મનુષ્યના મનની સ્થિતિને કેટલી બગાડી નાખે છે. અહીં આપણે એક એડિક્ટ કે નશેડીની વાત કરીએ તો એ પોતે અંદરથી એટલો ખોખલો થઈ ચૂક્યો હોય છે કે જરૂર કરતાં વધારે પડતો ગુસ્સો કરી બેસે, તો એના મનની હાલત કેટલી બગડશે કેટલું એનું મન અશાંત થશે! કેટલી બેચેની! કેટલું કડવાહટપણું! કેટલું ચીડચીડાપણું! એના મનને ઘેરી લેશે. એટલે એવુ જ થશે કે એમાંથી છુટકારો મેળવવા માટે બેહોશ થવામાં જ એને સમાધાન દેખાશે, અને એના માટે એને પોતાને નશાની પાસે જવું પડશે.
  • પાંચમું લક્ષણ:- પોતાની હાલત કેટલી પણ ખરાબ થી ખરાબ થતી જાય, છતાં પણ મોટાઈ બતાવવાની આદત પોતે છોડતો નથી. વાતો રાજા મહારાજા જેવી અને જીવન કંગાળ અને ગાંડપણ જેવી સ્થિતિમાં! કહેવાય છે ને કે "કડકે તો કડકે પણ જાગીરદાર કે લડકે". કેટલી પણ ઉંમર એની વધતી જાય પરંતુ બાળક-બચપણું એના માંથી જતું નથી. વધતી ઉંમરની સાથે પણ પરિપક્વતા અને સાચી સમજદારીમાં એ પોતે આગળ વધી નથી શકતો. નાની નાની વાતોને મનની ઉપર લઈ લેવી, નાની નાની વાતોમાં પોતાનું માનસિક અને ભાવનીક સંતુલન બગાડી નાખવુ આવી હાલતમાં ફસાયેલો રહે છે.
  • તો હવે સ્પષ્ટપણે સમજાય છે કે એનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અનિયંત્રણમાં આવી ગયું છે. જેને એક આધ્યાત્મિક પતન અથવા તો આધ્યાત્મિક શૂન્યતાનું જ સ્વરૂપ કહી શકાય. એના લીધે એ વગર નશે બેચેન, ચીડચીડાપણું અને અસંતૃષ્ટિમાં જ પોતાની જાતને મહેસુસ કરતો રહે છે. અને એમાંથી રાહત અને શાંતિ મેળવવા માટે લાચારીવસ થોડો નશો કરવા માટે એને જવું પડતું હોય છે. થોડો નશો કર્યા પછી શરીરનું ક્રેવિંગ એટલે કે ફિઝિકલ એલર્જી કે શારીરિક એલર્જી જાગૃત થાય છે અને એને થોડો વધારે----- હજુ થોડો વધારે------- હજુ થોડો વધારે ----- એમ કરીને નશો કરતો રહેવો પડે છે, બેહોશી સુધી. એના કારણે એનું જીવન વધારે ને વધારે અસ્તવ્યસ્ત થતું જાય છે. વાસ્તવિકતા નો એ સામનો કરી નથી શકતો એટલે એને નશાની પાસે લાચારીવશ જવું પડે છે. તો જીવનની અસ્તવ્યસ્તતા અને એની સામે નશો "એનાથી વિપરીત" નશો અને એની સામે જીવનની અસ્તવ્યસ્તતા. એના જીવનમાં એક "વિષચક્ર"ની જેમ ગતિમાન જ રહે છે. અને એનું અંતિમ પરિણામ બરબાદીને વધારી વધારીને અકાલ મોત સુધીનું બની જાય છે.આવી રીતે પોતાના મનોબળથી આ ઘૃણાસ્પદ પ્રક્રિયા એના જીવનમાં રોકાતી નથી.
  • તો હવે એ સ્પષ્ટ છે કે તેના જીવનમાં રહેલી અસ્તવ્યસ્તતા ને કારણે તેનું મન બીમાર અને અસ્વસ્થ થઈ ગયું છે, તેથી તેના માટે માનસિક પરિવર્તન લાવવું એ જ એકમાત્ર ઈલાજ છે. તેથી માનસિક પરિવર્તન લાવવા માટે, પોતાની આધ્યાત્મિક શૂન્યતા ઉપર આધ્યાત્મિક કાર્ય કરાવવું જરૂરી બને છે, તો જ તેનું માનસિક પરિવર્તન થઈ શકે છે. જો મન બદલાશે, તો તેનું જીવન બદલાશે, તેની દુનિયા બદલાશે અને તે સરળતાથી નશાથી દૂર રહી શકશે, અને પોતાની જાત ને જેમ જેમ બદલતો રહેશે તેમ તેમ જીવનનો સાચો આનંદ મેળવતો રહેશે. પોતાના વ્યક્તિત્વ અને માનસિક પરિવર્તનની પ્રક્રિયામાં સાતત્ય પૂર્વક પોતાની જાતને રાખીને એક સાચા આધ્યાત્મિક વિકાસની તરફ પોતાના જીવનને પ્રગતિ કરાવતો જશે, તો બાકીના બીજા બધા વિકાસો એની મેળે થતા રહેશે.નશાથી દૂર રહેવું એના માટે સરળ બની જશે.એ માટે બાર પગલાંનો કાર્યક્રમ(પ્રોગ્રામ) કરવો ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે.

  • તો આધ્યાત્મિક કાર્યના રૂપમાં અહીં "12 પગલાનો" કાર્યક્રમ કામ કરે છે. જેને એક આધ્યાત્મિક કાર્યક્રમ કહેવામાં આવે છે, ધાર્મિક નહીં! "ધાર્મિકતા એટલે ભગવાનને માનવા અને આધ્યાત્મિકતા એટલે ભગવાનનું માનવું."
  • આધ્યાત્મિક કાર્ય યાને એક સ્વાધ્યાય(સ્વ નો અભ્યાસ) એક આધ્યાત્મિક સ્વાધ્યાય. અને આ "12 પગલાં" નીચે દર્શાવેલ છે.

  • પગલું ૧ - મેં કબૂલ્યું કે હું મારા નશા ની સામે લાચાર(શક્તિ હિન) બની ગયો- અર્થાત મારું જીવન નિયંત્રણમાં ના રહ્યુ અને અસ્તવ્યસ્ત બની ગયું.
  • પગલુ ૨ - મેં મારામાં એવા વિશ્વાસ નું નિર્માણ કર્યું કે મારાથી મોટી શક્તિ, એટલે કે ઉચ્ચ શક્તિ જ મને માનસિક સુધાર આપી શકે છે અથવા માનસિક રીતે સ્વસ્થ બનાવી શકે છે.
  • પગલું ૩ - મેં મારી ઇચ્છા અને જીવનને મારી સમજના ઈશ્વરના માર્ગદર્શન ની હેઠળ સમર્પિત કરવાનું નક્કી કર્યું કે નિર્ણય કર્યો.
  • પગલું ૪ - મેં નિર્ભય બની અને ઊંડાણપૂર્વક મારા સમગ્ર જીવનનું નૈતિક સ્વ-પરીક્ષણ કરવાનું શરૂ કર્યું, એટલે કે મેં મારા સમગ્ર જીવનના નૈતિક લેખા-જોખા (inventory)લેવાનું શરૂ કર્યું.
  • પગલું ૫ - મેં મારી બધી ભૂલો ઈશ્વર સમક્ષ, મારી જાત સમક્ષ અને એક આદરણીય વ્યક્તિ સમક્ષ કબૂલ કરી.
  • પગલું ૬ - મેં મારી જાતને મારામાં રહેલી બધી ચરિત્રની ખામીઓ દૂર કરવા માટે ઈશ્વર ની મદદ થી તૈયાર કરી.
  • પગલું ૭ - મેં વિનમ્રતાપૂર્વક ઈશ્વર ને મારી ખામીઓ દૂર કરવા વિનંતી કરી.
  • પગલું ૮ - મેં જે લોકોને દુઃખ પહોંચાડ્યું હતું અથવા નુકસાન પહોંચાડ્યું હતું તેમની યાદી બનાવી અને તેમનુ પ્રાયશ્ચિત કરવા માટે મારી જાતને તૈયાર કરી.
  • પગલું ૯ - જ્યાં શક્ય હોય ત્યાં પ્રાયશ્ચિત કરવાનું શરૂ કર્યું, સિવાય કે જ્યાં તેને અથવા બીજા કોઈને નુકસાન પહોંચી શકતું હોય.
  • પગલું ૧૦- મેં મારું દૈનિક સ્વ-સંશોધન કરવાનું ચાલુ રાખ્યું અને જ્યાં પણ હું ખોટો હોઉ ત્યાં તરત જ સ્વીકારીને મારી ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો.
  • પગલું ૧૧ - પ્રાર્થના અને ધ્યાન દ્વારા, મારી સમજના ઈશ્વર સાથે મારો સચેત અને જાગૃત સંબંધને વધારવાનો પ્રયાસ જારી રાખ્યો, જેથી હું તેમની(ઈશ્વરની) ઇચ્છા ને જાણી શકું અને તેનું પાલન કરી શકું.
  • પગલું ૧૨ - આ પગલાંઓ ના પરિણામ સ્વરૂપે મને જે આધ્યાત્મિક જાગૃતિ મળી, ત્યારબાદ આ સમગ્ર સંદેશને નશાથી પીડિત અન્ય એડિક્ટો (નશીડીઓ) સુધી પહોંચાડવાનો અને મારા જીવનના તમામ ક્ષેત્રોમાં આ આધ્યાત્મિક કાર્યક્રમના સિદ્ધાંતોને લાગુ કરવાનો પ્રયત્ન જારી રાખ્યો.
  • આ ૧ થી ૧૨ પગલાનો કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં કોઈપણ એડિક્ટો(નશીડીઓ) ના જીવનમાં છેલ્લો અને એકમાત્ર આધ્યાત્મિક ઉપચાર સાબિત થયો છે!!!! પછી ભલે તે આલ્કોહોલિક્સ એનોનીમસ હોય કે નાર્કોટિક્સ એનોનીમસ કે કોઈ અન્ય એનોનીમસ...

    ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો - કોઈપણ એડિક્ટ આ ૧૨ પગલા નો કાર્યક્રમ એકવાર સમજીને કરી લેય છે. પછી ભવિષ્યમાં ક્યારેક, કોઈ કારણસર, તેનાથી ભૂલ થઈ પણ જાય. તો એક વાત જોવા મળી છે કે તે પહેલા જેવો રહી શકતો નથી, કારણ કે તેને સાચી જાગૃતિ મળી ગયેલી છે, અને તેના જીવનમાં પાછો આવેલો નશો તેને એક નવો પાઠ શીખવી શકે છે.નશો તેના માટે ખૂબ સારો વકીલ બની જાય છે. અને એ વ્યક્તિ ફરીથી પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ સાથે આ કાર્યક્રમ ઉપર ચાલવાનું શરૂ કરી શકે છે. એટલે કે, એક પથ્થર ને તોડવા માટે, તેના ઉપર હથોડો મારો, જો તે તૂટે નહીં તો બીજો હથોડો મારો, ત્રીજો હથોડો મારો, ગમે ત્યારે તે તૂટી શકે છે. કેટલાક વહેલા તૂટે છે, કેટલાક થોડા મોડા. પણ એક વાત સાચી છે કે દરેક હથોડા નો વાર તે પથ્થરને નબળો જરૂર બનાવે છે. તેથી આપણે હથોડાના દરેક વારને અવગણી શકીએ નહીં.

    ••••"તો ચાલો હવે આપણે એક થી બાર પગલાનો જે આધ્યાત્મિક કાર્યક્રમ છે એને કરવાની શરૂઆત કરીએ"!!••••

    लत को समझने का सरल तरीका


  • लोग नशा कई कारणों से करते हैं। उनमें कुछ मुख्य कारण हैं:
  •  

    १. नशे से मिलने वाले अस्थाई शारीरिक आनंद का अनुभव उठाने के लिए

    २. किसी समूह ( दोस्तों )का हिस्सा बनने के लिए वो उस समूह की आदतों को अपना लेते हैं

    ३. मानसिक और शारीरिक दर्द से निपटने के लिए

    ४. अकेलेपन को लड़ने के लिए

    ५.  जिन लोगों ने बचपन से उसका इस्तेमाल करते हुए बड़ों ( परिवार में या समाज में) को देखा होता है वो कम उम्र में ही सीख जाते है

    ६. कुछ लोगों के व्यक्तित्व में आवेगशीलता और जोखिम उठाने की प्रवृत्ति होती है उन्हें नशे की आदत लगने की सम्भावना ज्यादा हो सकती है


    शुरुआत किसी भी कारण से हो एक बार नशे की लत लग जाती है उसे बाहर निकलना कठिन होता है।
    बहुत बार लोग एक पहले अनुभव के लिए शुरू करते हैं और उसमें फंसते चले जाते हैं।

    વ્યસનને સમજવાની એક સરળ રીત


    • "લોકો નશો/વ્યસન કેમ કરે છે?"

  • લોકો ઘણા કારણોસર દવાઓ લે છે. કેટલાક મુખ્ય કારણો છે:
  •  

    ૧. નશાથી મળતા ક્ષણિક શારીરિક આનંદનો અનુભવ કરવો

    2. જૂથ (મિત્રો) નો ભાગ બનવા માટે, તેઓ તે જૂથની આદતો અપનાવે છે

    ૩. માનસિક અને શારીરિક પીડાનો સામનો કરવા માટે

    ૪. એકલતા સામે લડવા માટે

    ૫. જે લોકોએ બાળપણથી જ (પરિવાર કે સમાજમાં) વડીલોને તેનો ઉપયોગ કરતા જોયા છે, તેઓ નાની ઉંમરે જ તે શીખી જાય છે.

    ૬. આવેગજન્ય અને જોખમ લેવા જેવા વ્યક્તિત્વ ધરાવતા કેટલાક લોકો ડ્રગ્સના વ્યસની બનવાની શક્યતા વધુ હોય છે.


    કારણ ગમે તે હોય, એકવાર વ્યસન લાગી જાય પછી, તેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે.
    ઘણી વાર લોકો પહેલા અનુભવથી જ શરૂઆત કરે છે અને તેમાં જ અટવાઈ જાય છે.


    Haresh Bapu

    हिंदी मे विषचक्र

    Step Audio
    1.-विषचक्र
    2.-विषचक्र
    3.-विषचक्र
    4.-विषचक्र
    5.-विषचक्र
    6.-विषचक्र
    7.-विषचक्र

    ગુજરાતી મા વિષચક્ર

    Step Audio
    1.-વિષચક્ર